
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર શહેર તથા તાલુકા સંગઠન દ્વારા વાંકાનેરના તિથવા ગામ ખાતે ગઇકાલે રવિવારે સ્નેહ મિલન તથા ઠાકોર સમાજના આગેવાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર પંથકમાંથી સમાજના આગેવાનો તથા યુવાનો ઉપસ્થિત રહી સંગઠનને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું…


આ તકે સંગઠનના ચતુરભાઈ પાટડીયા, મેરાભાઈ વિઠ્ઠલપરા, હરેશભાઈ માણસુરીયા, બાબુભાઇ ઉઘરેજા, અમુભાઈ ઠાકરાણી, હરેશભાઈ મદ્રેસાણીયા, નાથાભાઇ દંતેસરીયા, વિશાલભાઈ શંખેસરિયા, કાળુભાઈ કુકાવા, ઘનશ્યામભાઈ ઠાકોર સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..




