વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય, જેનાથી સ્થાનિક ગ્રામજનો કંટાળી ગયા હોય, ત્યારે આ મામલે આજરોજ કોળી સમાજના યુવાનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં લેખિતમાં રજૂઆત કરી ગેરકાયદેસર ધમધમતા દારૂના હાટડાઓ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે…


આ રજૂઆતમાં જણાવાયું છે કે, ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના કારણે દારૂડીયાઓ બેફામ બની દારૂ પીને તોફાન મચાવી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરે છે, જે સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોય છતાં કોઈપણ અસરકારક કાર્યવાહી ન થતાં અંતે ગ્રામજનોએ પોલીસ તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે, આ સાથે જ રાજ્યસભાના સાંસદને પણ યુવાનોએ રજુઆતની નકલ રૂબરૂ આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે…..



