
વાંકાનેરના થાનગઢ રોડ પર કાછીયાગાળા ગામ નજીક ટ્રેક્ટર અને ડબલ સવારી બાઇક વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હોય, જેમાં ફરિયાદી રસીકભાઈ દેવાભાઈ દેંગડા (ઉ.વ. ૩૭) તથા તેના મિત્ર કમલેશભાઈ બાઇક નં. GJ-13-AE-1675 લઈને ફરિયાદીના જમણા પગમાં ફેક્ચરનો પટ્ટો છોડાવવા થાનગઢથી વાંકાનેર આવી રહ્યા હોય, ત્યારે કાછીયાગાળા ગામ નજીક સામેથી આવતા ટ્રેક્ટર નં. GJ-36-AL-8864 ના ચાલકે પોતાના હવાલેનું વાહન ગફલતભરી રીતે, મનુષ્ય જીવન જોખમાય તે રીતે પુર ઝડપે ચલાવી અચાનક રોડ પર વળાંક વાળી લેતાં બંને વાહનો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી…


આ અથડામણમાં ફરિયાદીને માથા, છાતી તથા ડાબા પગના ઢીંચણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કમલેશભાઈને બન્ને હાથ, છાતી તથા ડાબા પગના ભાગે ઇજાઓ પહોંચતા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આ બનાવમાં પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….




