વાંકાનેરમાં રાજકીય દાવપેચમાં નિષ્પક્ષ અધિકારીની બદલી થયાનો ગણગણાટ, માળિયા ટીડીઓની બદલી અને હળવદમાં નવા ટીડીઓની નિમણૂક કરાઇ…
ગુજરાત સરકાર દ્વારા શનિવારે મોડીરાત્રીના રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા રિઝવાન અબ્બાસભાઈ કોંઢીયાની ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે. જેમની બદલીથી વાંકાનેર પંથકમાં રાજકીય ઈશારે નિષ્પક્ષ અધિકારીનો ભોગ લેવાયા નો ગણગણાટ શરૂ થયો છે. આ સાથે જ વાંકાનેર ટીડીઓ તરફ હજુ કોઈપણ અધિકારીની નિમણૂક ન થતાં હાલ આ જગ્યા ખાલી રહી છે….
આ સાથે જ મોરબી જિલ્લામાં માળિયા તાલુકા વિકાસ અધિકારી ભૌમિક કુમાર ચૌધરીની વિસનગરમાં બદલી કરવામાં આવી છે, જ્યારે હળવદ તાલુકા વિકાસ અધિકારી તરીકે કેશોદથી પાર્થ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1