માર્ગ સલામતી માસ અંતર્ગત વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા તેમજ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે આજરોજ વાહન ચાલકોને ટ્રાફિક નીયમોનું પાલન કરાવા તેમજ માર્ગ અકસ્માત અટકાવવા તથા જાગૃતતા ફેલાવવા હાઇવે ઓથોરિટી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી એક વ્યક્તિને યમરાજનો વેશ ધારણ કરાવી ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા ફેલાવી હતી જેમાં મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ પણ સહભાગી બની હતી…
ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં આશરે દર છ મીનીટે માર્ગ અકસ્માત સર્જાય છે, જેમાં કિંમતી માનવ જીદંગી હોમાય છે, ત્યારે ટ્રાફિક નીયમોના પાલન ન કરવાથી સર્જાતા માર્ગ અકસ્માતો અટકાવવા આ યમરાજના વેશ ધારણ કરી જાહેર માર્ગો પર નાટક સ્વરૂપે જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. આ વેળાએ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ અને ફોર વ્હીલર ચાલકો સીટ બેલ્ટ બાંધી વાહન ચલાવે તો અમુક અંશે માર્ગ અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય તેવી સમજણ આપવામાં આવી હતી….