વર્તમાન ચોમાસાના સમયમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવા આગ્રહ રાખવામાં આવતો હોય, જેથી કોઇ દુર્ઘટના ન સર્જાય ત્યારે વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા એક યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગવાથી કરૂણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (ઉંમર વર્ષ 22) નામનો યુવાન પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા ઇલેક્ટ્રીક શોક લાગતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારમાં યુવાન પુત્રનું મોત થતા ભારે કરુણાંતિકા સર્જાઇ છે….