કેન્દ્ર સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં એક કલાક એક સાથે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા, ઝોનલ મેનેજર તોસિફભાઈ, સિટી મેનેજર તથા નગરપાલિકા સ્ટાફ સહિત તમામ વોર્ડના સભ્ય તથા પ્રજાજનો દ્વારા શ્રમદાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…..
આ સાથે જ શહેરના વોર્ડ નં. ૦૪ માં સ્થાનિક કોર્પોરેટર મહંમદભાઈ રાઠોડ, અસરફભાઈ ચૌહાણ, કુલસુમબેન તરીયા, એકતાબેન ઝાલા સહિત નગરપાલિકાની ટીમ તથા નાગરિકોએ ગ્રીન ચોક, સીટી સ્ટેશન રોડ પર શ્રમદાન કરી આ વિસ્તારની સફાઇ કરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t