વાંકાનેર તાલુકાના સતાપર ગામથી વિનયગઢ તરફ જતા રોડ પર ઠાકર ભગવાનના મંદિર પાસેથી પસાર થતાં એક ડબલ સવારી બાઇકને બોલેરો ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક બે યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં બોલેરો ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામથી વિનયગઢ તરફ જતા રસ્તે ઠાકર ભગવાનના મંદિર પાસેથી પુર ઝડપે બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવી પસાર થતાં બોલેરો પીકઅપ વાહન નં. GJ 13 AT 9387 ના ચાલકે આગળ જતા ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૮, રહે. હાલ તરકીયા) તથા સાહેદ વિશાલભાઈને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં ફરિયાદી વિજયભાઈએ બોલેરો ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..