
વાંકાનેર રેલવે સ્ટેશન નજીક મિલ કોલોની પાસેથી સિટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે રવિ પ્રોવિઝન સ્ટોર વાળી ગલીમાંથી નસીબ આધારિત વર્લી ફીચરના આંકડા લખી હાર-જીતનો જુગાર રમી- રમાડતાં એક ઇસમને ઝડપી પાડ્યો હતો….
જેમાં વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે આરોપી દશરથભાઈ માવજીભાઈ નદીયારીયા (ઉ.વ. ૨૮, રહે. વીશીપરા, વાંકાનેર)ને વરલી ફિચરના કલ્યાણ બી આંકડા લખી જુગાર રમી રમાડતા વર્લી સાહિત્ય, આંકડા લખેલા કાગળ, બોલપેન તેમજ રોકડ સહિત કુલ રૂ. ૨૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





