વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસની માત્ર પંદર મિનિટમાંઝડપથી સફાઈ કરી સ્વચ્છ રાખી શકાય તે માટે ઓટોમેટિક ક્લિનીંગ તથા વોશિંગ મશીન મુકવામાં આવ્યું હોય, જેને એટીએસ મશીન મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજાના જન્મદિવસ નિમિત્તે શુભ ચોઘડિયામાં રીબીન કાપીને એસટી બસોની સ્વચ્છતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું….
આ તકે રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા દ્વારા રીબીન કાપી મશીનનો પ્રારંભ કરીને સ્વીપરના દીકરીના હસ્તે ચાંદલા કરી પ્રથમ વાહન માતાજીના આસ્થારૂપ વાંકાનેરથી અંબાજી રૂટની એસટી બસની ઓટોમેટિક સફાઇ કરી શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ વાંકાનેર એટીઆઇ રહીમભાઈ પરમાર, રાજકોટ ક્રેડિટ સો. ડિરેક્ટર જે. જે. જાડેજા, કેશિયર રાજુભાઈ પૈજા, હમિદભાઈ કાદરી, એન. કે. પરમાર, વીરેનભાઈ જાની, બાદીભાઈ, મહાવીરસિંહ ઝાલા, મુનાભાઇ ખેરવા, એસ. વી. ઝાલા, બી. ડી. ગોહિલ, સ્વીપર સ્ટાફ પણ હાજર રહ્યા હતા. વાંકાનેર એસ. ટી. પરીવારના ખુબ બહોળી સંખ્યા માં કર્મચારી હાજર રહ્યા હતા અને પ્રથમ બસને ફૂલ ઓટોમેટિક મશીનથી ધોવામાં આવી હતી….