વાંકાનેર એસ. ટી ડેપો ખાતે તાજેતરમાં નવા કંડકટરોની નિમણૂક કરવામાં આવી હોય, જે પૈકી 68 કંડકટરો આજરોજ વાંકાનેર ડેપો ખાતે ત્રણ દિવસની ટ્રેનિંગ પુર્ણ કરી ફરજ પર હાજર થતાં એસટી કર્મચારી મંડળ પરીવાર દ્વારા તમામ નવા કંડકટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું….
રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળ પ્રમુખ જયુભા. ડી. જાડેજા દ્વારા નિગમમાં વફાદાર રહી નિગમના હિતકારી ફરજ બજાવવી, મુસાફર જનતા સાથે સહજ બની તેમજ સિનિયર કર્મચારીઓ સાથે સંકલન સાધી જવાબદારી પુર્વક પોતાની ફરજ બજાવવા માર્ગદર્શન આપી તમામનું ગુલાબનાં ફુલ અને પેન-ભેટ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે વાંકાનેર ડેપોના એટીઆઈ રહીમભાઈ પરમાર, રાજકોટ ક્રેડિટ સો. ડિરેક્ટર જે. જે. જાડેજા, વાંકાનેર ડેપોના અભિષેકભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ભુસાડીયા, ભગીરથસિંહ જાડેજા, મહંમદભાઇ સમા, જયદેવસિંહ ઝાલા (મુનાભાઈ) ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR