Wednesday, October 15, 2025
More
    Homeમુખ્ય સમાચારસોશ્યલ મીડિયામાં પરવાના વાળા હથિયાર સાથે સિન સપાટા કરી ફોટા મુકવા પડ્યા...

    સોશ્યલ મીડિયામાં પરવાના વાળા હથિયાર સાથે સિન સપાટા કરી ફોટા મુકવા પડ્યા ભારે…: વાંકાનેરના સરતાનપર ગામના બે સામે કાર્યવાહી કરાઇ….

    આજનાં સમયમાં સોશ્યલ મીડિયામાં યુવાનો દેખાદેખીમાં ખુબ આગળ વધી ગયા હોય, ત્યારે વાંકાનેરના સરતાનપર ગામના યુવાન દ્વારા પરવાનાવાળા બારબોરના હથિયાર સાથેના ફોટા પાડી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરતા પોલીસે હથીયારના પરવાનેદાર તથા યુવાન સામે કાયદેસર કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે….

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને સોશ્યલ મીડીયામાં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. gordhaniyo_ a_k_2697 માં એક ઈસમ દ્વારા બારબોર હથિયાર સાથેના વિડીયો તથા ફોટાઓ અપલોડ કરેલ હોવાની જાણ થતાં પોલીસે તપાસ કરી વાંકાનેરના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીક મેલડી માતાના મંદિર પાસેથી એક યુવાનની અટકાયત કરી હતી.

    જેમાં યુવાને પોતે આશરે એકાદ મહિના પહેલા પોતાના મોબાઈલમાં સબંધી અલુભાઈ શામજીભાઈ ઉડેચાના લાયસન્સ વાળા હથિયારથી સરતાનપર ગામે અલુભાઈના ઘરે હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. માં પોસ્ટ કરેલ હોય, જેથી પોલીસે યુવાન ગોરધનભાઈ વેરશીભાઈ સરાવાડીયા (ઉ.વ.૨૩, રહે. સરતાનપર) તથા હથિયાર પરવાનેદાર અલુભાઈ શામજીભાઈ ઉડેચા (ઉ.વ. ૫૫, રહે. સરતાનપર) વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!