વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન વાંકાનેર નજીક વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેર તાલુકાના શિક્ષકોના બે ગ્રુપની કુલ છ ટીમ વચ્ચે છ લીગ મેચ, બે સેમી ફાઈનલ મેચ અને અંતે રવિવારે ફાઈનલ મેચ યોજાઇ હતી,
જેમાં કેપ્ટન નિલુભા પરમારની ટીમ દલડી-મેસરિયા ઈલેવન વિજેતા બની હતી અને કેપ્ટન નરેશભાઈ જગોદણાની ટીમ સ્કોર્પિઅન કિંગ રનર્સઅપ રહી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઑફ ધ સિરીઝ અને બેસ્ટ બેટસમેન તરીકે નરેશભાઈ જગોદણા, શ્રેષ્ઠ બોલર તરીકે ધવલભાઈ મહેતા, શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ઋષિરાજસિંહ ઝાલાની પસંદગી કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0