

વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલી 16 લાખની કિંમતની કાળા કલરની સ્કોર્પિયો કારને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયા અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પોરબંદર જિલ્લાના વતની અને હાલ વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટી શેરી નંબર-૦૧ માં રહેતા તેમજ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાણાભાઈ મૈયાભાઈ ઘેલીયા (ઉ.વ. ૨૮)એ વાંકાનેર સિટી પોલીસમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી રાણાભાઈના ભાઈ કિશોરભાઈની માલિકીની 16 લાખની કિંમતની સ્કોર્પિયો કાર છેલ્લા સાત-આઠ દિવસથી તેમના ઘર પાસે બજારમાં પાર્ક કરેલ હોય, જેની ગત તા. ૧૧ની રાત્રીના કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ જતાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





