વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે શેરીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ઘર પાસે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી બાબતે મામલો વણસતા બંને પક્ષોએ છુટા હાથે મારામારી થઈ હોય, જે બાદ આ મામલે બંને પક્ષોએ સામસામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….


આ બનાવમાં પ્રથમ ફરિયાદી સારદાબેન રમેશભાઇ સારેસા (ઉ.વ.૪૫) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). વિજયભાઇ સોમાભાઇ સારેસા, ૨.) રમેશભાઇ અરજણભાઇ સારેસા અને ૩) માલુબેન સોમાભાઇ સારેસા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર સામે આરોપી વિજયભાઈએ કચરો નાખતા હોય, જેને કચરો ફેંકવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદ પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી, ઇંટથી વાસાના ભાગે તથા માથાના ભાગે મારી મુંઢ ઇજા તથા આંગળીમાં ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી….

જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી વિજયભાઇ સોમાભાઇ સારેસા (ઉ.વ.૩૨)એ આરોપી ૧). સારદાબેન રમેશભાઇ સારેસા, ૨). રમેશભાઇ ગોવાભાઇ સારેસા, ૩). લલીતાબેન રમેશભાઇ સારેસા અને ૪). ઉરમીલાબેન રમેશભાઇ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી પોતાના ઘર પાસે આવેલ હનમાનજીના ઓટે રોટલી મુકવા જતાં હોય, દરમ્યાન આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી મારી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




