વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને એક ઈસમ લગ્નની લાલચે ભોળવી તેનું અપહરણ કરી ભગાડી ગયો હોય, જે બનાવમાં સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાનું આરોપી વિવેકભાઈ ઘનશ્યામભાઈ કાપડી (ઉ.વ. ૨૦, રહે. મેવાસા, તા. ચોટીલા) લગ્ન કરાવાની લાલચ આપી સગીરાને ભોળવી અપહરણ કરી લઇ ગયો હોય, જે બનાવમાં સગીરાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોય, જે બાદ પોલીસે આ બનાવમાં તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સગીરાને સુરક્ષિત રીતે કબજામાં લઇ પરિવારને સોંપવામાં આવી છે…



