ડીવાયએસપી સમીર સારડા દ્વારા તમામ રીઢા ગુનેગારોને ગુનાહિત પ્રવૃતિઓ છોડી દેવા તાકીદ…
વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ગતરાત્રિના ડીવાયએસપી સમીર સારડા, સીટી પીઆઇ હુકુમતસિંહ જાડેજા તથા તાલુકા પીઆઇ ડી. વી. ખરાડી સહિતના અધિકારીઓ દ્વારા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ રીઢા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી તમામને સીટી પોલીસ મથક ખાતે બોલાવી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા શાનમાં સમજાવી કાયદાનું પાલન કરવા સુચના આપી હતી….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેવા કે, પ્રોહી બૂટલેગર, એમ.સી.આર. વાળા ઇસમો તથા એચ.એસ. તથા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોને પોલીસ મથકે બોલાવી આરોપીઓની પૂછપરછ કરી તથા આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરી હાલની તેમની પ્રવૃતિઓ અંગે જાણકારી મેળવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm