
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના માટેલ-વીરપર રોડ પર રીચ ચોકડી નજીક ઓરડી પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, ૨). બાબુભાઈ ધમાભાઈ સારલા, ૩). ઉમેશભાઈ વેલજીભાઈ બાવરવા, ૪). વેજુભાઈ જોરૂભાઈ સાડમીયા અને ૫). રાજુભાઈ લાલજીભાઈ ચૌહાણને રોકડ રકમ તથા પાંચ મોબાઇલ સહિત કુલ રૂ. 27,550 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….



