Tuesday, April 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રાતાવિરડા રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો : દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં...

    વાંકાનેરના રાતાવિરડા રોડ પરથી બોગસ તબીબ ઝડપાયો : દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમને દબોચી લેતી પોલીસ….

    વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ આપી દર્દીઓની સારવાર કરતા એક બોગસ ડોક્ટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હોય કે, વાંકાનેર તાલુકાના રાતાવિરડા રોડ પર આવેલ રોસા સિરામિક સામે એક શખ્સ કોઈપણ મેડિકલ ડીગ્રી વિના પોતાનું દવાખાનું ચલાવી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય, જેના આધારે પોલીસે દરોડો પાડી કોઈપણ મેડિકલ સર્ટિફિકેટ કે ડિગ્રી વિના ડોક્ટરી પ્રેક્ટિસ કરતા આરોપી સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા (રહે. રાતાવિરડા ગામ, રોસા સિરામીક સામેની દુકાનમાં, મૂળ રહે. બિહાર)ને ઝડપી લીધો હતો…

    આ સાથે જ પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીની એલોપેથિક દવાઓ, ટેબલેટ, સીરપ, ક્રીમ, ઇન્જેક્શનો, સ્ફીગ્મો મેનોમીટર (બીપી માપવાનું મશીન), અને સ્ટેથોસ્કોપ સહિતના મેડિકલ સાધનો તથા રોકડા ૨,૦૦૦ સહિત કુલ રૂ. ૪૫,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) – ૨૦૨૩ ની કલમ-૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ અને ૩૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!