વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે પ્રેમ પ્રકરણ મામલે બાઇક પર ઘર તરફ જતા યુવાનને રસ્તામાં આંતરી છ ઇસમો લાકડી, ધોકા, પાઇપ તેમજ ધારયા વડે હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાખતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે રહેતો યુવાન પ્રભુભાઈ જોધાભાઈ મેર (ઉ.વ. ૨૬) નામના યુવાનને અગાઉ ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેથી આ બાબતનો ખાર રાખી આરોપી ૧). વિજયભાઈ ધુળાભાઈ ડાભી, ૨). મધુબેન રમેશભાઈ ડાભી, ૩). ભરતભાઈ ધુળાભાઈ ડાભી, ૪). હરેશભાઈ હેમંતભાઈ ડાભી, ૫). ગુણવંતભાઈ હેમંતભાઈ ડાભી અને ૬). ચતુરભાઈ રમેશભાઈ ડાભીએ ફરિયાદી બાઇક પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં રાતડીયા ગામના વોંકળા પાસે રોકી ગાળો આપી ઉંધા ધારીયા, ધોકા તથા પાઇપ વડે હુમલો કરી બેફામ મારી મારી પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે છ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0