વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક નેશનલ હાઈવે પરથી પસાર થતા એક ટ્રક કન્ટેનર ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી કાવુ મારી બે બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાઇકમાં સવાર કુલ પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી, જે બાદ આ બનાવમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા ફરિયાદી હેતલબેન મેરામભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.22ના રોજ ફરિયાદી તથા તેમના પતિ મેરામભાઇ અને પુત્ર ચિરાગ બાઈક ઉપર જતા હતા ત્યારે નેશનલ હાઇવે પર રંગપર ગામ નજીક રેડરન કારખાના પાસે તેમના બાઇકને ટ્રક કન્ટેનર નં. GJ 18 AZ 8278 ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી સાઈડમાંથી કાવું માર હડફેટે લેતા હેતલબેન, પતિ મેરામભાઈ અને પુત્ર ચિરાગને ઇજા પહોંચી હતી….
આ અકસ્માત સર્જાયા બાદ કન્ટેનર ચાલકે જોરદાર બ્રેક મારતા પાછળ આવતું અન્ય બાઈક ટ્રક કન્ટેનર પાછળ ઘુસી જતાં બાઇક ચાલક શૈલેષભાઇ તેમજ તેમની પાછળ બેઠેલા પ્રવીણભાઈને પણ ઇજાઓ પહોંચી હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ હાલ આ બનાવમાં અકસ્માત સર્જી કન્ટેનર ચાલક સ્થળ પર પોતાનું વાહન રેઢું મુકી નાસી જતાં તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm