વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ખેતરમાં ભેલાણ (માલ ચરાવવા) બાબતે થયેલા વિવાદને પગલે ખેડૂતો અને માલધારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકતા માલધારીઓના ટોળાએ ખેડૂતો પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારીઓ દ્વારા ખેડૂતો પર લાકડા, ધારીયા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા પાંચથી વધુ ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી રહી છે…..

આ મારામારીના બનાવમાં હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મોહસીન મેહબૂબભાઈ માથકીયા (ઉ.વ. ૨૧), નજીઉલ્લાહ યાકુબભાઈ બાદી (ઉ.વ. ૧૭), કડીવાર આહમદભાઈ હબીબભાઈ (ઉ.વ. ૪૫), જુબેર આહમદભાઈ કડીવાર, માથકીયા અલ્તાફ હુશેનભાઈ, માથકીયા નવાઝ અસરફભાઈ સહિતના ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવ્યા હોય, જેમાંથી બે લોકોને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પંથકમાં અવારનવાર ખેડૂતો પર ભેલાણ બાબતે કરવામાં આવતા હુમલાથી વાંકાનેર પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે….



