વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક નવા રાજાવડલા માર્ગ પર બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલ્વે ગરનાળાની બાજુમાં આવેલ વાળીની પાસે ચાલતી જુગારની મહેફિલ પર દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા આરોપી ૧). મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉ.વ. ૫૯,રહે. જીનપરા), ૨). રફિકભાઈ અબુભાઈ કાફી (ઉ.વ. ૪૦, રહે. ખોજાખાનાશેરી),
૩). પ્રવીણભાઈ મૂળજીભાઈ ગેડિયા (ઉ.વ. ૪૯, રહે. આંબેડકરનગર), ૪). જયેશભાઈ ઉર્ફે ભુરાભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉ.વ. ૪૯, રહે. આંબેડકરનગર) અને ૫). મહમદભાઈ કરીમભાઇ લાખા (ઉ.વ. ૩૧, રહે. લક્ષ્મીપરા મેઇન રોડ)ને રોકડ રકમ સહિત 16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…..