વહેલી સવારથી સમગ્ર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ શરૂ, ખેડૂતોની બાકી રહેતી આશા પર પણ પાણી ફરી વળ્યા…
છેલ્લા પાંચ દિવસથી વાંકાનેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ અચાનક ધમરોળી વરસાદી બેડું વરસાવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, શાકભાજી સહિતના પાકોમાં વરસાદી પાણી લાગી જતાં મોટાભાગનો પાક નષ્ટ થયો છે, જ્યારે રહ્યા સહ્યા પાકમાં પણ ઉપજની ગુણવત્તા પર ૮૦% સુધી ઘટી ગઈ છે. આ સાથે જ આજરોજ શનિવારે સવારે સમગ્ર પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ મામલે પંથકના ખેડૂતોએ જણાવ્યું છે કે, સમગ્ર વર્ષની મહેનતના બાદ તૈયાર થયેલો પાક મેઘરાજાની અણધારી પધરામણીથી બગડી ગયો છે. હાલ ખેડૂતો સરકાર પાસે પાક નુકસાનની યોગ્ય તપાસ કરીને સહાયની માંગ કરી રહ્યા છે. આ સાથે જ જો વરસાદ આવનારા દિવસોમાં પણ યથાવત્ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t


