વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પસાર થતી માલગાડી ટ્રેન હડફેટે સવારના સમયે અચાનક કોઈ કારણોસર એક અજાણ્યો ત્રીસ વર્ષીય પુરૂષ આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી હાલ આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી, મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હોવાની માહિતી હેડ કો. કુલદીપસિંહ ઝાલા દ્વારા આપવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm