મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ઢુંવા નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીની ગંભીર બીમારીમાં સારવાર માટે પૈસાની સગવડ ન થતા, આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરપ્રાંતીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલી ટોરિસ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની માખનસિંહ ગંગારામસિંહ માલવીય (ઉં.વ. ૩૬) નામના યુવાનની પત્ની છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય, જેમાં માખનસિંહ તેની પત્નીને સારી હોસ્પિટલમાં સારવાર અપાવવા માંગતા હતા, પરંતુ તેની પાસે પૂરતી આર્થિક સગવડ ન હોય, જેથી આર્થિક ભીંસ અને પત્નીની સારવાર ન કરાવી શકવાના રંજમાં યુવાને ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




