Monday, December 29, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં પ્રેમિકાને કેરોસીન છાંટી આગ લગાવનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ....

    વાંકાનેરમાં પ્રેમિકાને કેરોસીન છાંટી આગ લગાવનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ….

    વાંકાનેરમાં પ્રેમિકાના શરીરે કેરોસીન છાંટી આગ લગાવી દેનાર એક ઇસમ સામે વર્ષ ૨૦૧૪ માં ગુનો નોંધાયો હોય, જે બાદ આ કેસ નામદાર મોરબી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા ફટકારતો મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ કરારએ તા. ૧૩/૦૯/૨૦૧૪ ના રોજ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, કે તેઓને છેલ્લા એકાદ વર્ષથી પ્રેમસંબંધ હોય આરોપી ફરીયાદીના ઘરે જઈ તું તારા પતિ તથા બાળકોને છોડી મારી સાથે રહેવા આવ તેમ કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદીને ગાળો દઈ જો તું મારી નહી થાય તો તને તારા પતિની પણ નહી થવા દઉં તેમ કહી ફરીયાદીના ઘરના રસોડામાંથી કેરોસીનનું ડબલુ લઈ ફરીયાદીના આખા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી મારી નાખવાના ઈરાદાથી સળગાવી દઈ નાસી ગયો હતો…

    આ મામલે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭, ૫૦૪ મુજબની ફરીયાદ નોંધી હતી. આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને રૂ. ૩૫,૦૦૦/- દંડની સજા ફરમાવેલ છે. જો દંડ ન ભરે તો વધુ ૪ વર્ષની સજા ફરમાવેલ છે. સરકાર પક્ષે વકીલ તરીકે જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!