Thursday, March 12, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : જીનપરા ચોક ખાતેથી ખોવાયેલ નવો મોબાઈલ શોધી પોલીસ જવાને પરત...

    વાંકાનેર : જીનપરા ચોક ખાતેથી ખોવાયેલ નવો મોબાઈલ શોધી પોલીસ જવાને પરત કર્યો…‌.

    વાંકાનેર તાલુકાના ભેરડા ગામના સુરેશભાઈ રંગપરાએ આજરોજ બપોરે શહેરના જીનપરા ચોક ખાતે મેહુલ ટેલિકોમમાંથી રૂ. ૧૨,૫૦૦ નો નવો મોબાઈલ ખરીદ્યો હતો, જે ઘરે જતા રસ્તામાં થેલી સાથે ખોવાઈ ગયો હતો. સદ્ભાગ્યે આ થેલી વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાને મળી ગઈ હતી. ત્યારે પોતાની ફરજ નિભાવતા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત શક્તિસિંહએ મોબાઇલના મૂળ માલિકની શોધખોળ કરી ગણતરીના સમયમાં જ સુરેશભાઈને પોલીસ મથકે બોલાવી તેમનો નવો મોબાઈલ હેમખેમ પરત કરવામાં આવ્યો હતો. પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી યુવાને આભાર વ્યક્ત કર્યો હતો.‌…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!