
વાંકાનેર તાલુકા પી.એમ. પોષણ યોજના અંતર્ગત તાલુકા શાળા નં. ૧ ખાતે પરંપરાગત કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કુલ ૧૫ મ.ભો.યો. સંચાલક/રસોયાઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોને આપવામાં આવતી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. સ્પર્ધાના પરિણામે રસોઈની ગુણવત્તા, સ્વચ્છતા અને પૌષ્ટિકતા આધારે મૂલ્યાંકન કરી પ્રથમ વિજેતા તરીકે કન્યા શાળા નં. ૭ના વાઘેલા વિજયાબેન, દ્વિતીય વિજેતા તરીકે તાલુકા શાળા નં. ૩ના મહેતા હેમાબેન અને તૃતીય વિજેતા તરીકે સંયુક્ત રીતે વીડી ભાજપરા પ્રાથમિક શાળાના મકવાણા વસંતીબેન તથા લીંબાધાર (સીંધાવદર)ના મકવાણા શિવાંગીબેનને પારિતોષિક આપવામાં આવ્યું હતું…


આ તકે વાંકાનેર પ્રાંત અધિકારી સાકરીયા તથા મામલતદાર સાનિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર જી.વી. મન્સૂરી, સુપરવાઇઝર વિજયભાઈ ઝાપડિયા, ઓપરેટર પ્રતીક ગોસાઈ, મકબુલભાઈ ભટ્ટી સહિતના સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું….




