
વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં આવેલ મિલેનિયમ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહી મજૂરી કામ કરતા કરનકુમાર વિનોદકુમાર કથેરીયા (ઉ.વ. ૩૨) નામના યુવાનની પત્ની પિતાને ત્યાં પિયરમાં ગયેલ હોય અને દિવાળી તહેવાર દરમિયાન યુવાને તેને ફોન કરી પોતાની પાસે આવવાનું કહેવા છતાં પણ પત્ની ન આવતા, આ બાબતનું લાગી આવતાં યુવાને લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….



