વાંકાનેર તાલુકાના પીપરડી ગામ નજીક વીડી વિસ્તારમાં આજરોજ સવારથી એક ઝરખ કાંટા તારમાં ફસાયેલા હાલતમાં હોય, જેથી આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા ચક્રવાત ન્યુઝ ટીમનો સંપર્ક કરતાં બનાવની જાણ વન વિભાગને કરવામાં આવી હોય, જેથી તાત્કાલિક વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી ફસાયેલ વન્યપ્રાણી ઝરખનું રેસ્ક્યુ કરતી મુક્ત કરવામાં આવ્યું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપરડી ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર નજીક ફિરોજભાઈ શેરસીયાની વાડીની નજીક વીડી વિસ્તારમાં એક ઝરખ નામનું વન્યપ્રાણી કાંટા તારમાં ફસાયેલું ભુખ્યા-તરસ્યા હેરાન થતું હોય, જેની જાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા ચક્રવાત ન્યુઝને કરાતાં, તાત્કાલિક બનાવની જાણ વાંકાનેર વન વિભાગને કરતાં આર.એફ.ઓ.ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલ વન્યપ્રાણી ઝરખને મુક્ત કરવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm