વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક આજરોજ સોમવાર સવારના સમયે ગામ નજીકથી દારૂના નશામાં ચૂર બની પસાર થતા એક કાર ચાલક બે રીક્ષાને હડફેટે લઇ ત્રિપલ અકસ્માત સર્જ્યો હોય, જેમાં બે લોકોને ઇજાઓ પહોંચી હોવાની વિગતો મળી રહી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ નજીક પુરપાટ ઝડપે ડમ ડમ બની પસાર થતા એક કાર ચાલકે અહીંથી પસાર થતી એક સીએનજી રીક્ષા તથા માલ વાહક રીક્ષાને હડફેટે લેતા ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હોય, જેમાં માલ વાહક રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી, જ્યારે સીએનજી રીક્ષામાં નુકસાની પહોંચી હતી. આ અકસ્માતના બનાવમાં બે લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના પગલે ગામ લોકો એકઠા થઈ કાર ચાલકને ઘેરી લેતા કારમાં વિદેશી દારૂની બોટલો સાથે ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બનાવની જાણ પોલીસને કરતા પોલીસે કાર ચાલકને આગળની કાર્યવાહી માટે થાણા ખાતે લઈ ગયા હોવાની વિગતો મળી રહી છે….



