વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે 25 લાખના ખર્ચે નવી ગ્રામ પંચાયત કચેરીના નવિનીકરણનું કાર્ય મંજૂર થયું હોય, જેથી ગઇકાલે સાંજે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાના હસ્તે ગ્રામ પંચાયત કચેરીના નવનિર્માણ કાર્યનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું….
આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ હરૂભા ઝાલા, પુર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, સરપંચ રિઝવાનાબેન ઈલ્મુદીનભાઈ દેકાવાડીયા સહિત ગામના સામાજિક તથા રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….