વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ નજીકથી પુર ઝડપે પસાર થતા એક બાઈક ચાલકે રોડ પર બમ્પ તારવવા જતા બાઈક ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતાં રોડની સાઈડમાં પોતાની સાયકલની ઘોડી ચડાવતા ૧૫ વરષીય સગીરને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેથી આ બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પીપળીયા રાજ ગામે રહેતા ફરિયાદી સલીમભાઈ આહમદભાઈ કડીવાર (ઉ.વ. ૪૭)નો ૧૫ વર્ષીય પુત્ર મહંમદકુમેલ ગત તા. ૧૧ નવેમ્બરના રોજ પોતાની સાયકલ લઇ દુકાને ભાગ લેવા ગયો હોય દરમ્યાન ડિઝાઇન પાન પાસે તે પોતાની સાયકલની ઘોડી ચડાવતો હોય ત્યારે અહીંથી પુર ઝડપે આવતા હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ 36 AH 9310 ના ચાલક વીરમભાઈ કાનાભાઈ બાંભવા (રહે. ઘીયાવડ) રોડ પર બમ્પ તારવવા જતા બાઈક પરથી કાબુ ગુમાવી રોડ સાઈડમાં ઉભેલા ફરિયાદીના પુત્રને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહંમદકુમેલને સાથળમાં ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….