વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના પેડક વિસ્તારમાં જસદણ સિરામિકની બાજુમાં જુગારનો દરોડો પાડી શ્રાવણીયો જુગાર રમતા ૧). સંદીપકુમાર રાકેશકુમાર બેઇન, ૨). બીપીનભાઇ રમેશભાઈ શંખેસરીયા અને ૩). મનોજકુમાર રાધેલાલ પટેલને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ રૂ. 6,290ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,
જ્યારે પોલીસના આ દરોડા દરમ્યાન અન્ય મહિલા આરોપી ૪). મીરાબેન જેન્તીભાઈ વોરા, ૫). નીરૂબેન વજુભાઈ ગુગડિયા, ૬). રાધાબેન છગનભાઈ વોરા અને ૭). નયનાબેન મેહુલભાઈ ગુગડીયા નાસી જતાં પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ સાથે જ અન્ય એક બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સરતાનપર ગામે વિહોત હોટલ પાછળ રોડ પરથી જાહેરમાં વરલી મટકાના જુગાર રમી રમાડતા દીક્ષિતભાઈ રાયધનભાઈ સુરેલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR