Monday, April 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પાતાળીયા નદીમાં જળકુંભી(ગાંડી વેલ)નો વિકરાળ વ્યાપ, મચ્છરોનો ઉપદ્રવ વધતાં નાગરિકોના...

    વાંકાનેર : પાતાળીયા નદીમાં જળકુંભી(ગાંડી વેલ)નો વિકરાળ વ્યાપ, મચ્છરોનો ઉપદ્રવ વધતાં નાગરિકોના આરોગ્ય પર જોખમ…

    વાંકાનેર શહેરના મધ્યમાંથી પસાર થતી પાતાળીયા નદીમાં જળકુંભી (ગાંડી વેલ)નો વ્યાપક ફેલાવો થતાં સ્થિતિ ચિંતાજનક બની છે, જેમાં નદીમાં વધતી જળકુંભીના કારણે દિનપ્રતિદિન સતત મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતની બીમારીઓ ફેલાવાનો ભય ઉભો થયો છે….

    શહેરના શાહબાવા મીનારા પાસે પાતાળીયા અને મચ્છુ નદીનો સંગમ થતો હોવાથી અહીં પાણીનો જથ્થો વધુ રહે છે, જેના પરિણામે જળકુંભી દિન-પ્રતિદિન ઝડપથી ફેલાઈ રહી છે. નદીમાં ફેલાયેલી આ જળકુંભી પાણી શોષી લેતી હોવાથી નદીના સ્વાભાવિક પ્રવાહ વ્યવસ્થાને પણ અસર પહોંચી રહી છે. આ ઉપરાંત, જો કોઈ પશુ અથવા વ્યક્તિ દુર્ઘટનાવશ નદીમાં પડે તો જળકુંભીના ઘન જથ્થાના કારણે બચાવ કામગીરીમાં ભારે અડચણ ઉભી થવાની પણ શક્યતા છે, જે ગંભીર જોખમરૂપ સાબિત થઈ શકે છે….

    આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરીજનો દ્વારા સંબંધિત જવાબદાર તંત્રને તાત્કાલિક પગલા લઈ નદીમાંથી મોટા પ્રમાણમાં ફેલાયેલી જળકુંભીને દૂર કરી નદીને સ્વચ્છ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!