વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના સર્વે નં. ૨૧૫ પૈકીની એ. ૬-૦૯ ગુઠા જમીન મામલે ફરિયાદી સાજીભાઈ આહદભાઈએ વાંકાનેર કોર્ટમાં દાવો દાખલ કરેલ કે, સદરહુ ખેતીની જમીન ફરિયાદીના કબ્જા ભોગવટા અને માલીકીની હોય, જેમાં આ જમીન પંચાસીયાના રહીશ ખોરજીયા માહમદભાઈ મીરાજીભાઈને વેંચાણ દસ્તાવેજથી કબજો ભોગવટો તથા માલીકી સોપી આપેલ નથી, પરંતુ બંને પક્ષે માત્ર નાણાકીય લેતીદેતના વ્યવહાર અંગે સીકયુરીટી માટે દસ્તાવેજ કરવામા આવેલો હોય પરંતુ કબ્જો સોંપેલ ન હોય,

ત્યારે ખોરજીયા માહમદભાઈ મીરાજીભાઈને પ્રતિવાદી શીવાભાઈ ડાયાભાઈની તરફેણમાં મુખત્યારનામુ કરી આપવાનો કોઇ હકક કે અધીકાર નથી છતાં તેમણે મુખત્યારનામુ કરી તેના આધારે ભાણીબેન શીવાભાઈને વેંચાણ દસ્તાવેજ કરી આપેલ હોય, જેથી આ મામલે નામદાર સીવીલ કોર્ટ સમક્ષ બંને પક્ષોએ દલીલ-પુરાવા રજુ કરતાં,

આ મામલે નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી તરફે ચુકાદો આપી વિવાદીત જમીન પર દસ્તાવેજથી પ્રતીવાદીને કોઈ કબ્જો ભોગવટો કે માલીકી પ્રાપ્ત થતા નથી તેવુ ઠરાવવાનો હુકમ કરી સદરહુ જમીનમાં વાદીઓને ખેતી કરવામાં અવરોધ કે અટકાયત કરવાનો કોઇને અધીકાર નથી તેવુ ઠરાવી પ્રતિવાદી સામે મનાઈ હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ એમ. એફ. બ્લોચ તથા સાહીલ એમ. બ્લોચ રોકાયેલ હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



