ગ્રામ પંચાયતથી કેન્દ્ર સરકાર સુધી ભાજપની સરકાર અને કોંગ્રેસ કામ ન કરવા દે !
વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે આજરોજ પ્રાદેશિક કમિશનર મુલાકાતે આવ્યા હોય, ત્યારે વોર્ડ નં. ૦૨ ના કોંગ્રેસના પરાજીત ઉમેદવાર રાજુભાઈ પ્રજાપતિ પોતાના વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર પાસે ઉભરાતી ભૂગર્ભ ગટર બાબતે રજૂઆત કરવા પહોંચ્યા હોય, દરમ્યાન પોતાના વિસ્તારના પ્રશ્નો પ્રાદેશિક કમીશ્નર સમક્ષ રજૂ કરતાં નગરપાલિકા ઉપપ્રમુખ દ્વારા ‘ તમે કોંગ્રેસ વાળા કામ કરવા નથી દેતા તેવું જણાવતા રજુઆત કર્તા આશ્ચર્યચકિત થયા હતા….
આ મામલે રાજુભાઈ દ્વારા પ્રતિક્રિયા આપી મિડિયા સમક્ષ જણાવાયું છે કે, ગ્રામ પંચાયતના સામાન્ય સદસ્યથી સરપંચ, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ પણ ભાજપ સરકારમાંથી હોય, ત્યારે વાંકાનેરમાં કોંગ્રેસ કામ ન કરવા દે તેવો જવાબ સામાન્ય નાગરિકોને પણ અચરજ પામતો છે, વાંકાનેરમાં છેલ્લા ત્રણ દાયકાથી વધારે ભાજપ શાસન છે, જેના સત્તાધીશો નાગરિકોને પાયાની સુવિધા પુરી પાડવા તદ્દન નિષ્ફળ ગયા છે, જેથી ભાજપ શાસિત આ નગરપાલિકાની બિનકાર્યક્ષમતા અને નિષ્ફળતાના દોષનો ટોપલો સક્રિય વિરોધ પક્ષ કોંગ્રેસ પર નાખવાનો પ્રયાસ કરાયો છે. વર્તમાન સત્તાધીશો પોતાની બિનકાર્યક્ષમતા છુપાવવા, કોંગ્રેસ પર આક્ષેપ કરીને જવાબદારીઓમાંથી છટકવા માંગે છે, જે નાગરિકોને કદાપી સ્વિકાર્ય નહી બને….
વિડિયો સમાચાર 👇🏻👇🏻👇🏻
https://www.facebook.com/share/v/1AsAQQqEEB/