આજ રોજ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ફરજ બજાવતા 18 ચીફ ઓફિસરોની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

આ આદેશ મુજબ વાંકાનેર નગરપાલિકાના હાલના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની બદલી કરી તેમને ધ્રોલ નગરપાલિકામાં નિમણૂક આપવામાં આવી છે. જ્યારે સામે હાલ અમરેલી ખાતે એટેચમેન્ટમાં ફરજ બજાવતા ધવલ વેકરીયાની વાંકાનેર નગરપાલિકાના નવા ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થતાં વહીવટદાર શાસન દરમિયાન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ કામગીરી કરી હતી, તેમની બદલી થતાં નગરજનો તેમજ પાલિકા વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે, જ્યારે નવા ચીફ ઓફિસર ધવલ વેકરીયાથી નગર વિકાસની કામગીરી વધુ ગતિ પામશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





