
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે પોલીસે શહેરના નવાપરા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લેતા, તેના કબજામાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આરોપી શબિર હાસમભાઈ કટિયા (ઉ.વ. ૩૧)ની વિદેશી દારૂની ૩ બોટલ (કિંમત રૂ. ૩,૬૦૦) સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



