Tuesday, March 31, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા એક ઇસમ ઝડપાયો....

    વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી દેશી દારૂની હેરફેર કરતા એક ઇસમ ઝડપાયો….

    રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ સતત સક્રિય છે, ત્યારે વાંકાનેર શહેરના પંચાસર રોડ પર આવેલા નવાપરા વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સિટી પોલીસ ટીમનો સ્ટાફ પંચાસર રોડ પર નવાપરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હોય દરમિયાન અહીંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં પ્લેઝર બાઇક નં. GK 36 H 5089 ને રોકી તલાશી લેતા બાઇક ચાલક મુકેશ અમરશીભાઈ વીંજવાડિયા (રહે. ગરબી ચોક, નવાપરા, વાંકાનેર) પાસેથી ૧૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે દેશી દારૂ તથા બાઈક સહિત કુલ રૂ. ૩૩,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મુકેશ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!