
વાસુકી મંદિર નજીક મૃતકના ફોટોને તોડી નંખાયા મામલો બિચક્યો, છ ઈસમોએ ઘર પર હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ….
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોય, જે બનાવમાં કાંડી ચપાઇ છે, જેમાં મૃતક યુવાનનો ફોટો વાસુકી દાદાના મંદિર નજીક લગાવવામાં આવી હોય, જેને કોઇ ઇસમોએ તોડી નાખતા મામલો ઉગ્ર બન્યો હતો અને આ ફોટો તોડી નાખવાની શંકાએ આરોપીઓ એકત્રિત થઈ ગેંગ રચી પરિવાર પર હુમલો કરી ઘરવખરીનો નાશ કરવામાં આવ્યો હોય, જેથી આ મામલે છ ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરામાં થોડાક દિવસ પહેલા ધ્રુવભાઇ પ્રફુલભાઈ કેરવાડીયા નામના યુવાનની હત્યા થયેલ હોય, જેનો ફોટો પરિવારજનો દ્વારા વાસુકીદાદાના મંદીર પાસે મુકવામાં આવ્યો હતો. આ ફોટો ફરિયાદી શાંતાબેન ભિમજીભાઇ રાઠોડન દિકરા જીતેન્દ્ર દ્વારા તોડી નાખવામાં આવ્યો હોવાની શંકાના આધારે આરોપી ૧). તભો પાટડીયા, ૨). દિપક કોળી, ૩). કરણ પ્રજાપતિ, ૪). કાનો વિંજવાડીયા, ૫). વિવેક અને ૬) રોકી પરેચા (રહે.બધા વાંકાનેર)એ ફરિયાદીના ઘરે આવી બોલાચાલી કરી લાકડી, ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરી ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી ઘરનો સરસામાન તોડી નાંખીને વેરવિખેર કરી ઘર બહાર ઊભેલ મોટરસાયકલ ઉંધા વાળી નષ્ટ કરી ફરીયાદીને બે-ત્રણ ઝાપટ મારી શારિરીક ઈજા પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…



