
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે ખુલ્લા પટ્ટમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કાનજીભાઈ બાબુભાઇ રિબડીયા અને મહેશભાઈ હકાભાઈ ડાભીને રોકડ રકમ તથા બે મોબાઇલ સહિત કુલ રૂ. 20,370 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….




