ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને સોમવાર સાંજે બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી(ટીડીઓ)ની ખાલી પડેલ જગ્યા પર અંજારથી પાયલબેન ભરતભાઈ ચૌધરીની બદલી સાથે નિમણૂક કરવામાં આવી છે….
આ સાથે જ મોરબી જિલ્લામાં મોરબીના તાલુકા વિકાસ અધિકારી પીઠા સામત ડાંગરની જેતપુર ખાતે તેમજ જેતપુરના તાલુકા વિકાસ અધિકારી જયદીપ પ્રવીણભાઈ વણપરિયાને મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારની આ બદલી બાદ સંબંધિત નિયંત્રણ અધિકારીઓએ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક ફરજમુક્ત કરીને નવી જગ્યાએ હાજર કરાવવા કાર્યવાહી કરવા આદેશ અપાયા છે….