રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની બદલીઓ અને વર્ગ-3 ના કર્મચારીઓને બઢતી સાથે નવી નિમણૂકો આપવામાં આવી છે. આ બદલી અને બઢતીના દોરમાં મોરબી જિલ્લાના વહીવટી તંત્રમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે….

નવી નિમણૂકોમાં મોરબી જિલ્લાને બે નવા તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) મળ્યા છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા માયાબેન હરિપ્રસાદ જાનીને બઢતી આપીને વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીની ખાલી પડેલ જગ્યામાં નિમણૂંક આપવામાં આવી છે.


આ સાથે જ રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમા નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા રાકેશ ગોરધનભાઈ રાઠોડને બઢતી આપીને માળીયા મીયાણા ના તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર રામજીભાઇ પટેલને બઢતી આપીને કાલાવડ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



