વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારના મતદાન પૂર્વે જ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર ત્રણ ઉમેદવારોને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાતાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ તથા ઉપપ્રમુખ અને કોર્પોરેટર જેને ટીકીટ ફાળવણીમાં નારાજગી સાથે આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા શનિવારે વાંકાનેર નગરપાલિકામાં અગાઉ ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ચુંટાયેલા ત્રણ સભ્યો જેમણે વર્તમાન ચુંટણીમાં ટીકીટ ફાળવણીમાં નારાજગી દર્શાવી પક્ષ સામે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનાર નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ ૧). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, પુર્વ પ્રમુખ ૨). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને ૩). મયુર રમેશભાઈ જાદવને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm