Thursday, March 13, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 14.66% નિરસ મતદાન : ચંદ્રપુર બેઠક...

    વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 14.66% નિરસ મતદાન : ચંદ્રપુર બેઠક પર 23.37% મતદાન….

    વાંકાનેર નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે, જેમાં બેઠક પર સવારે 07 કલાકથી મતદાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં મત બુથો પર વહેલી સવારથી જ મતદારો નિરસતા પુર્વક મતદાન કરી રહ્યા છે, વાત કરીએ વાંકાનેર બેઠકની તો સવારે 07:00 થી બપોરે 11:00 વાગ્યા દરમિયાન વાંકાનેર નગરપાલિકામાં 14.66 % અને ચંદ્રપુર બેઠક પર 23.37% મતદાન નોંધાયું છે…

    વિગતવાર આંકડાઓ જોઈએ તો વાંકાનેર નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 2155 મતદારો એટલે કે 18.88% પુરૂષ અને 10,940 મહિલા મતદારો માંથી 1123 મતદારો એટલે કે 10.27 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે, જેમાં સરેરાશ 14.66 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

    ચંદ્રપુર બેઠકની વાત કરીએ તો સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 983 મતદારો એટલે કે 27.05% પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 704 મતદારો એટલે કે 19.64 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે, જેમાં સરેરાશ 23.37 % મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!