Tuesday, March 11, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરની મધ્યમાં આવેલ સિટી તલાટી રેવન્યુ હદના વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા...

    વાંકાનેર શહેરની મધ્યમાં આવેલ સિટી તલાટી રેવન્યુ હદના વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ કરાઇ….

    વાંકાનેર શહેરની મધ્યમાં તથા શહેરથી અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં આવેલા અલગ અલગ દસ વિસ્તારના નાગરિકો દ્વારા વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકામાં સમાવવા માંગ કરવામાં આવી છે…

    વાંકાનેર શહેરની મધ્યમાં તથા અત્યંત નજીક આવેલ ૧). મોમીન સોસાચટી (મીરૂમીયાં બાવાની દરગાહ સામે, રાજકોટ રોડ), ૨). આશિયાના સોસાયટી (જીનપરાની બાજુમાં), ૩). પરવેઝ નગર (પોલીસ લાઇનની બાજુમાં, રાજાવડલા રોડ), ૪). ગુલાબ નગર (મોડર્ન સ્કૂલની બાજુમાં), ૫). એકતા સોસાયટી (ટેલિફોન એક્સયેન્જ સામે,રાજકોટ રોડ), ૬). મિલેનિયમ સોસાયટી (૨૫ વરિયા સામે, રાજકોટ રોડ), ૭). અમન પાર્ક (પતાળીયાના કાંઠે, મૌલવી સાહેબની દરગાહ સામે, રાજકોટ રોડ),

    ૮). અલ મદીના સોસાયટી (મોડર્ન સ્કલની બાજમાં, રાજાવડલા રોડ), ૯). બાગે સંજર સોસાયટી (ટેલિફોન એક્સયેન્જ સામે, રાજકોટ રોડ), અને ૧૦). રાજ રેસિડેન્સી (મોડર્ન સ્કૂલની બાજુમાં, રાજાવડલા રોડ)ના નાગરિકો વાંકાનેર શહેરની મધ્યમાં તથા અત્યંત નજીક હોવા છતાં અત્યારે સુધી નગરપાલિકામાં કે કોઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ ન હોવાથી વિકાસથી તદ્દન વેગળા રહ્યા હોય તેમજ મતદાન પણ માત્ર ધારાસભા તથા લોકસભામાં ધરાવતા હોય ત્યારે આ વિસ્તારના નાગરિકોને પાયાની સુવિધાઓ મળી રહે તેમજ નાગરિકોને જરૂરી રોડ-રસ્તા, પાણી, સફાઇ, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં માંગ કરવામાં આવી છે…

    આ તકે સ્થાનિક નાગરિકો સાથે વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, પુર્વ કોર્પોરેટર જાકીરભાઈ બ્લોચ, નગરપાલિકા વિરોધપક્ષના નેતા મહંમદભાઇ રાઠોડ, યુવા અગ્રણીઓ મકસુદ રાઠોડ, ફિરોઝ ઠાસરીયા સહીતના ઉપસ્થિત હતા.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!