
ગુજરાત ભરમાં આગામી દિવસોમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અનુસંધાને મોરબી જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં પ્રમુખ પદ માટેના નવા રોટેશનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે અનામત રાખવામાં આવ્યું છે. આ નિર્ણયથી વાંકાનેરના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાશે અને આગામી સમયમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે….
વાંકાનેરની સાથે સાથે મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાના અન્ય તાલુકાઓ માટે પણ રોટેશન જાહેર થઈ ચૂક્યું છે, જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ શેડ્યૂલ ટ્રાઈબ (ST – અનુસૂચિત જનજાતિ) માટે, મોરબી અને હળવદ તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી (જનરલ – મહિલા) માટે તથા ટંકારા અને માળીયા મિયાણા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય ઉમેદવારો (જનરલ કેટેગરી) માટે અનામત રાખવામાં આવ્યું છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





