
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટુ-વ્હીલર વાહનચાલકો માટે વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમને હેલ્મેટ પહેરવાની સમજ આપવામાં આવી હતી જેમાંથી કેટલાક વાહન ચાલકોને સ્થળ પર જ પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી…
પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને હંમેશા હેલ્મેટ પહેરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાનો તથા અન્યનો જીવ સુરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારની કાર્યવાહીથી હાઇવે પર અકસ્માતોમાં ઘટાડો લાવવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા ટ્રાફિક પોલીસની કડક કામગીરી ચાલુ રહેશે તેમ જણાવાયું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






